fix bar
fix bar
fix bar
fix bar
fix bar
fix bar

Events

Life Saving Skills Seminar

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના શાળા પરિવાર માટે હૃદય સંકોચન દ્વારા જીવન સુરક્ષા (COLS) પરિસંવાદ કાર્યક્રમનું આયોજન. આજ રોજ ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનાં પરિવાર માટે શાળા દ્વારા હૃદય સંકોચન દ્વારા જીવન સુરક્ષા (COLS) પરિસંવાદ કાર્યક્રમનું આયોજન સંસ્થાના મ્યુઝિયમ હોલમાં યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ડૉ. ચિરાગભાઈ પટેલ, સંસ્થાના ડેવલોપમેન્ટ ઓફિસર શ્રીમાન જય ધ્રુવ, અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સંજય પંચોલી, NGES Campusના શિક્ષક ગણ તથા શાળાના શિક્ષકગણ આ પરિસંવાદમાં હાજર રહી (COLS) ની તાલીમ મેળવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં ધારપુર મેડિકલ કોલેજના પ્રૉ. અને હેડ ડૉ. દીક્ષિતકુમાર મોઢ નું શાળાના આચાર્યશ્રી ડૉ. ચિરાગ પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. બાળકોના નિષ્ણાંત ડૉ. હાર્દિક ઠક્કરનું શ્રીમાન જય ધ્રુવ દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ધારપુર મેડિકલ કોલેજના પ્રૉ. ડૉ. હના મુસાનું પણ શાળાના શિક્ષિકા શ્રીમતી સીમા તિવારી દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ તાલીમ દરમિયાન નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી જેમાં અચાનક બાળક બેભાન થઈ જાય તો શું કરવું, બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે, મધમાખી, વીંછી કે સાપ કરડે અથવા કોઈ પ્રકારનું રિએક્શન આવે, ઈલેક્ટ્રીક શોક લાગવો, નાકમાં કે કાનમાં કંઈક ઝીણી વસ્તુ નાખી દે તો શું કરવું. વગેરે પ્રકારની હાથ દ્વારા પુનર્જીવનની તાલીમ આપવામાં આવી. NGES Campusના શિક્ષકમિત્રો તથા શાળાના શિક્ષકમિત્રો આકસ્મિક સંજોગોમાં જરૂરી પગલાં ભરવાની તાલીમ મેળવી. શાળા પરિવાર અને સંસ્થાના એજ્યુકયુટિવ ડાયરેક્ટર શ્રી ડૉ. જે. એચ.પંચોલી સાહેબ તરફથી આ સુંદર કાર્યક્રમના આયોજને બિરદાવવામાં આવ્યો.