fix bar
fix bar
fix bar
fix bar
fix bar
fix bar

Events

Khel MahaKumbh

પાટણ જિલ્લા દ્વારા આયોજિત ખેલ મહાકુંભની વિવિધ રમત મા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી જેમાં સૌ પ્રથમ તાલુકા લેવલે અંડર 14 છોકરાઓની એથલેટિક્સ માં જવાલ એમ. મોટાવાણી એ ૪૦૦મી. તથા ૬૦૦મી. દોડમાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બનેલ છે. મોહિત બી. રાજપૂત ૧૦૦મી. દોડમાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બનેલ છે. અંડર 11 છોકરાઓની ચેસ - દેવ એમ. પ્રજાપતિ ગોલ્ડ મેડલ મેળવી જીત હાંસિલ કરેલ છે. અંડર 14 છોકરાઓની ચેસ - શ્લોક એન. પટેલ બ્રોન્ઝ મેડલ મેળવી વિજેતા બનેલ છે. ત્યારબાદ જિલ્લા લેવલે અંડર 14 છોકરીઓની કરાટે - માહી એસ. પરીખ 50KG Weight માં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બનેલ છે. અંડર 14 છોકરીઓની સ્કેટિંગ - માહી એ. ગજ્જર 500M. Quad તથા 1000M. Quad માં ગોલ્ડ મેડલ મેળવી ભવ્ય વિજેતા પ્રાપ્ત કરેલ છે. અંડર 14 છોકરાઓની ટેબલ ટેનિસ - માહિન એસ.પંચોલીએ સિલ્વર મેડલ હાંસિલ કરી વિજેતા પ્રાપ્ત બનેલ છે. અંડર 17 છોકરીઓની કરાટે - જીયા એસ. ઠક્કરે સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. અંડર 11 છોકરાઓની સ્કેટિંગ - 500M. Inline માં શ્રીનીલ પી. અખાનીએ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. અંડર 14 છોકરાઓની કરાટે - આરાધ્ય એન. છત્રાલિયાએ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. અંડર 17 છોકરીઓની બૅડમિન્ટન - હર્સીની સી. પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી જીત હાંસિલ કરેલ છે. અંડર 17 છોકરાઓની ટેબલ ટેનિસ – અહાન આર. પટેલ બ્રોન્ઝ મેડલ મેળવી વિજેતા બનેલ છે. વિજેતા બનેલ તમામ વિદ્યાર્થીઓને સમગ્ર NGES કેમ્પસ વતી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માનનીય ડૉ. જે. એચ. પંચોલી સાહેબ, NGES કેમ્પસ ના ડેવલોપમેન્ટ ઓફિસર પ્રો. જય ધ્રુવ, શાળાના આચાર્યશ્રી ડૉ. ચિરાગ પટેલ, ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર ડૉ.વિશાલભાઈ ધોબી તથા દિનેશભાઈ દેસાઈએ વિજેતા મેળવેલ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી તથા જીવનમાં આવી જ રીતે ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.